હે મારા પ્રભુ, મારા નાથ, મારી ઇચ્છાઓના લક્ષ્ય! આ તારો દાસ તારી દયાના આશ્રય હેઠળ સૂવા માંગે છે, તારી કૃપાની છત્રછાયામાં આરામ કરવા માંગે છે, અને તારી સંભાળ અને રક્ષણની યાચના કરે છે.
હે મારા પરમાત્મા, તારી કદીયે ન જંપે એવી આંખોને નામે હું તારી પાસે માંગુ છું કે તું મારી આંખોનું રક્ષણ કર કે એ તારા સિવાય બીજું કશું જ દેખે નહિ, અને પછી તેની દ્રષ્ટિને એટલી પ્રબળ બનાવ કે એ તારા સંકેતોને પારખી શકે અને તારા પ્રગટીકરણની ક્ષિતિજના દર્શન કરી શકે. તું તે છે કે જેના પ્રગટીકરણ સમક્ષ શક્તિનું સારત્વ પણ કંપી ઉઠે છે.
તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી, તું સર્વશક્તિમાન, સૌને પરાજિત કરનાર અને બંધનહીન છે.
– બહાઉલ્લાહ