જય હો તારો, હે મારા ઈશ્વર! ખરેખર, તારો આ સેવક અને તારી સેવિકા તારી દયાની છત્રછાયામાં એકત્રિત થયા છે, તથા તેઓ તારી કૃપા અને ઉદારતાથી એક થયા છે. હે નાથ, તારા આ સંસારમાં અને તારા દિવ્ય લોકમાં એમની સહાયતા કર તથા તારી ઉદારતા અને દયાથી તેમના માટે દરેક શુભ નિયત કર. હે સ્વામી! તારી દાસતામાં તેમને દ્રઢ કર અને તારી સેવામાં તેમની સહાયતા કર. તારી દુનિયામાં તારા નામના પ્રતિક બનવાની કૃપા પ્રદાન કર અને તારા એવા વરદાનો દ્વારા તેમનું રક્ષણ કર જે આ લોક અને પરલોકમાં પણ અક્ષય છે. હે નાથ! તેઓ તારી દયાના સામ્રાજ્ય સમક્ષ યાચના કરી રહ્યા છે અને તારી એકમેવતાના સામ્રાજ્ય તરફ નમીને પ્રાર્થના કરે છે. ખરેખર તેઓ તારા આદેશના પાલન માટે પરણ્યા છે. સમયના અંત સુંધી તેમને સદભાવ અને એકતાના ચિન્હો બનવાનું કારણ બનાવ. ખરેખર તું સર્વ-શક્તિમાન, સર્વ-વ્યાપી અને સર્વ-સમર્થ છે.
– અબ્દુલબહા