ઈશ્વરના શબ્દો

બહાઈ વિશ્વ કેન્દ્ર દ્વારા સંકલિત, ૧૯૮૧

રોગ નિવારણ

  • તારું નામ મારું સ્વાસ્થ્ય છે, હે પ્રભુ અને તારું સ્મરણ મારો ઈલાજ છે. તારી નિકટતા મારી આશા છે. તારા માટેનો પ્રેમ મારો સાથી છે. તારી દયા મારું આરોગ્ય છે અને આ લોક તથા પરલોકમાં મારું જીવનબળ છે. ખરેખર તું પરમ સમૃદ્ધિવાન, સર્વજ્ઞ, સર્વપ્રજ્ઞ છે.

    – બહાઉલ્લાહ