હે નાથ! આ યુવાનને તેજસ્વી બનાવ અને આ પામર જીવને તારું ઔદાર્ય પ્રદાન કર. તેને જ્ઞાનની બક્ષીસ આપ, દરેક પ્રાત:કાળે તેને વધારાની શક્તિ આપ અને તારા સંરક્ષણના આશ્રયસ્થાનમાં તેની સુરક્ષા કર જેથી તે ક્ષતિ રહિત બને, તેની જાતને તારા ધર્મની સેવામાં સમર્પિત કરે, માર્ગ ભૂલેલાને માર્ગદર્શન આપે, નિ:સહાયને દોરવણી આપે, બંદીઓને મુક્ત કરે અને ગાફેલ લોકોને જગાડે, જેથી સૌ કોઈ તારું સ્મરણ અને સ્તુતિ દ્વારા આશીર્વાદિત થઈ જાય. તું શક્તિશાળી અને સમર્થ છે.
હે ઈશ્વર, મને માર્ગદર્શન આપ, મારુ રક્ષણ કર, મને તેજસ્વી દીવો અને ઝળહળતો તારો બનાવી દે. તું શક્તિશાળી અને સમર્થ છે.
– અબ્દુલબહા