હે મારા પ્રભુ અને મારા નાથ! હું તારો દાસ અને દાસનો પુત્ર છું. તારા આદેશના ગ્રંથમાં નિર્દિષ્ટ છે તે પ્રમાણે, તારા એકત્વનો દીવા-નક્ષત્ર જ્યારે તારી ઇચ્છાના અરુણોદયમાં આખા વિશ્વ ઉપર તેનું તેજ ફેલાવી રહ્યો છે ત્યારે આ પરોઢિયે હું મારી પથારીમાંથી ઉઠ્યો છું.
તારી સ્તુતિ હો, હે મારા ઈશ્વર, કે અમે તારા જ્ઞાનના તેજસ્વી પ્રકાશ પ્રત્યે જાગી ઉઠયા છીએ. તેથી, અમારા પર તે મોકલ, હે મારા નાથ, જે અમને તારા સિવાય બીજા બધાનો ત્યાગ કરવા અને તારા સિવાય બીજા બધાના અનુરાગોથી મુક્ત થવા સક્ષમ બનાવી દે. તેથી, મારા માટે અને જેઓ મને પ્રિય છે, મારા સગાંસંબધીઓ, પુરુષ અને સ્ત્રી બધા માટે સમાન રીતે, આ લોક અને પરલોકમાં જે સારું છે તે લખી દે. તેથી, હે તું જે સમગ્ર સૃષ્ટિનો પ્રિયતમ અને આખા બ્રહ્માંડની ‘આરઝૂ’ છે, તારી અચૂક સુરક્ષા દ્વારા અમને એ બધાથી સુરક્ષિત રાખ, જેમને તેM ‘દુષ્ટ કાનાફૂસી કરનાર’ ના મૂર્તરૂપ બનાવ્યા છે, જેઓ મનુષ્યોના હ્રદયોમાં કાનાફૂસી કરે છે. tauM ઈચ્છે તેમ કરવા માટે સમર્થ છે. તું, ખરેખર, શક્તિશાળી, સંકટમાં સહાયક અને સ્વયંપૂર્ણ છે.
તેને આશીર્વાદ આપ, હે મારા નાથ, જેને તેM તારા સર્વોત્કૃષ્ટ નામાભિદાનો પ્રદાન કર્યા છે અને જેના દ્વારા તેં સદાચારી અને દુરાચારીઓ વચ્ચે વિભાજન કર્યું છે, તથા તને જે પ્રિય છે અને જે તું ચાહે છે તેવું કરવામાં અમને ઉદારપણે સહાય કર. વળી, તેમને આશીર્વાદ આપ, હે મારા ઈશ્વર, જેઓ તારા શબ્દો અને તારા અક્ષરો છે, અને તેમને જેઓ તારા તરફ અભિમુખ થયા છે, અને તેમને પણ જેમણે તારા તરફ તેમનું મુખ કેન્દ્રિત કર્યું છે, અને તારા મુખારવિંદ તરફ વળ્યા છે, અને તારું આહ્વાન સાંભળ્યું છે.
ખરેખર, તું બધા મનુષ્યોનો સ્વામી અને સમ્રાટ છે, અને બધી ચીજો કરતાં શક્તિશાળી છે.
– બહાઉલ્લાહ