હે મારા ઈશ્વર! આ તારો દાસ છે અને તારા દાસનો પુત્ર છે જેણે તારામાં અને તારા સંકેતોમાં આસ્થા રાખી છે, અને તારા સિવાય બીજા બધાથી સંપૂર્ણપણે અનાસક્ત થઈને, તારા તરફ તેનું મુખ કેન્દ્રિત કર્યું છે. તું, ખરેખર, તેમના પૈકી છે જે દયા કરે છે, પરમ કૃપાળુ છે.
હે તું, જે મનુષ્યના પાપોને માફ કરે છે અને તેમના દોષોને છુપાવે છે, તેમની સાથે એવો વ્યવહાર કર જે તારા ઔદાર્યનું સ્વર્ગ અને તારી દયાના સાગરને શોભે છે. તારી પારગામી દયાના દરબારમાં, જે ધરતી અને સ્વર્ગના પાયા નંખાયાં તેના પહેલા હતી, તેમાં તેને પ્રવેશ કરાવ. તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તું સદા ક્ષમાવાન, પરમ ઉદાર છે.
તેના પછી, તેને છ વાર ‘અલ્લાહ-ઑ-આભા’ નામનું પુનરાવર્તન કરવા દો અને પછી નીચેના દરેક શ્લોકનું ઓગણીસ વાર પુનરાવર્તન કરવા દો:
અમે સર્વે, ખરેખર જ, ઈશ્વરની પૂજા કરીએ છીએ.
અમે સર્વે, ખરેખર જ, ઈશ્વર સમક્ષ નમન કરીએ છીએ.
અમે સર્વે, ખરેખર જ, ઈશ્વર પ્રત્યે સમર્પિત છીએ.
અમે સર્વે, ખરેખર જ, ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ.
અમે સર્વે, ખરેખર જ, ઈશ્વરનો આભાર માનીએ છીએ.
અમે સર્વે, ખરેખર જ, ઈશ્વરમાં ધીર-સ્થિર છીએ.
(મરનાર એક સ્ત્રી હોય તો, તેને બોલવા દો કે: “આ તારી દાસી છે, તારી દાસીની પુત્રી છે.”)
– બહાઉલ્લાહ