હું સાક્ષી પુરું છું હે મારા ઈશ્વર કે, તને ઓળખવા અને તારી પૂજા કરવા માટે તે મારું સર્જન કર્યું છે. આ ક્ષણે હું મારી નિર્બળતા અને તારા સામર્થ્યની, મારી દરિદ્રતા અને તારી સર્વસંપન્નતાની સાક્ષી પૂરું છું. તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તું સંકટમાં સહાયક અને સ્વયંપૂર્ણ છે.
– બહાઉલ્લાહ
(બહાઉલ્લાહે ત્રણ અનિવાર્ય પ્રાર્થનાઓ પ્રગટ કરી છે. દરેક શ્રધ્ધાળુ તેમાંથી કોઈ પણ એક પ્રાર્થનાની પસંદગી કરી શકે છે અને દર ચોવીસ કલાકમાં દરેક પ્રાર્થના માટે આપવામાં આવેલા નિર્દેશો અનુસાર તેનું પઠન કરી શકે છે. તેમાંથી સૌથી ટૂંકી પ્રાર્થના ઉપર આપવામાં આવેલી છે, જે પ્રાર્થના મધ્યાહ્ન અને સૂર્યાસ્ત વચ્ચેના સમયમાં કરી શકાય છે.)